Bottom Article Ad

સરહદ વિવાદ બાદ આર્મી ચીફની નેપાળની પ્રથમ મુલાકાત સેનાધ્યક્ષ નરવણે આજથી 3 દિવસના નેપાળના પ્રવાસે

 

Army chif,gujarati news,inn gujarati

આજથી 3 દિવસ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે નેપાળના પ્રવાસે.નરવણેને નેપાળના આર્મી ચીફ પૂર્ણ ચંદ્ર થાપાએ આમંત્રિત કર્યા હતા. નેપાળ સાથે સરહદ વિવાદ બાદ નરવણેની પહેલી મુલાકાત છે.આર્મી ચીફ ગુરૂવારે કાઠમંડુમાં યોજાનારા કાર્યક્રમમાં ભારત વતી નેપાળને મેડિકલ સહાય આપશે. તેમાં દવાઓ અને મેડિકલ સાધનો સામેલ છે.


ભારતના સિનિયર ઓફિસરે જણાવ્યુ કે નેપાળમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખીને નેપાળ માટે મેડિકલ સહાયતા મહત્વપૂર્ણ છે.ભારત કોરોના જેવી મહામારીના સમયમાં પણ સતત પાડોશી દેશોની મદદ કરી રહ્યું છે.


જનરલ નરવણેને ગુરુવારે નેપાળ આર્મી હેડક્વાર્ટર ખાતે યોજાનારા કાર્યક્રમમાં નેપાળી સેનાના માનદ જનરલનો રેન્ક આપવામાં આવશે. 1950થી ચાલી આવેલી આ 70 વર્ષ જૂની પરંપરા છે. આ અંતર્ગત બંને દેશો એક-બીજાના લશ્કરી વડાઓને માનદ હોદ્દો આપે છે.નેપાળના આર્મી પેવેલિયન ખાતે નરવણે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપશે. નરવણેની નેપાળના આર્મી ચીફ સાથે બેઠક પણ યોજાશે.

શિવપુરીમાં આર્મી કમાન્ડ અને સ્ટાફ કોલેજમાં વિદ્યાર્થીઓને નરવણે સંબોધન કરશે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે પણ મુલાકાત કરશે. નરવણેએ કહ્યું કે આ મુલાકાત બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે.


ભારત અને નેેેપાળ વચ્ચે આ વર્ષે મે મહિનાથી જ તણાવ હતા. આવી પરીસ્થિતિમાં જનરલ નરવણેની નેપાળની મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવે છે. નેપાળ કોઈ અન્ય દેશની ઉશ્કેરણીમાં સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યું છે:નરવણેએ મે મહિનામાં કહ્યું હતું. લીપુલેખથી માનસરોવર વચ્ચે બનેલા ભારતીય માર્ગ બાબતે સવાલ ઉઠાવી રહ્યું છે. નેપાળે ચીનનું નામ લીધૂ ન હતુ, પરંતુ તેમના નિવેદનમાં નારાજગી વ્યક્ત કરી હતી. નેપાળે નરવણેના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.


2 નવેમ્બર 2019ના રોજ ભારતે પોતાનો નવો નકશો બહાર પાડ્યો હતો. આ બાબતે કાલાપાની, લિમ્પીયાધુરા અને લીપુલેખ ક્ષેત્રને નેપાળે પોતાનો વિસ્તાર ગણાવતા વાંધો ઉઠાવ્યો હતો.નેપાળે આ વર્ષે 18 મેના રોજ આ ત્રણેય ક્ષેત્રને આવરી લેતો નવો નકશો બહાર પાડ્યો હતો. આ નકશાને સંસદના બંને ગૃહોમાં પાસ કરાવ્યો હતો. આ પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો.નેપાળે ભારતની સરહદો પર મે-જૂનમાં સૈનિકો વધાર્યા હતા. બિહારમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળી સૈનિકોએ કેટલાક ભારતીયો પર ફાયરિંગ પણ કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close