Bottom Article Ad

અધિકારીઓ LUDO રમવામાં વ્યસ્ત,કલેક્ટરે કોરોના અંગે બોલાવી હતી મહત્વની બેઠક

 

Image Source: I am Gujarat
શનિવારે કોરોના અંગે કલેક્ટર કચેરી ખાતે બોલાવેલ મીટિંગમાં નાયબ તહેસીલદાર પ્રમોદ ગર્ગ મોબાઇલ પર ગેમ રમતા જોવા મળ્યા.નાયબ તેહસિલદાર નો game રમતો વિડિઓ હવે વાયરલ થઈ રહ્યો છે. કલેક્ટર કચેરીમાં શનિવારે જિલ્લા વહીવટીતંત્રે કોરોના નિવારણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત પત્રકારો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખુદ કલેક્ટર વિરેન્દ્ર રાવત પણ હાજર રહ્યા હતા. આમ મધ્યપ્રદેશના ભીંડમાં અધિકારીઓની બેદરકારી વાયરલ થઈ રહી છે.

ભીંડના નાયબ તહેસીલદાર પ્રમોદ ગર્ગ મીટિંગમાં હાજર હોવા છતાં મોબાઈલ પર ગેમ રમતા દેખાયા હતા.કોરોનાને રોકવા માટે કયા પ્રયત્નો કરી શકાય તે બેઠકનો હેતુ હતો. આ માટે પત્રકારો, અધિકારીઓ અને સામાજિક કાર્યકરો પાસેથી સૂચનો માંગવામાં આવી રહી હતી.દરેક જણ કોરોના વિષય પર ચર્ચા કરી રહ્યા હતા અને નાયબ તહેસીલદાર પ્રમોદ ગર્ગ મોબાઈલ પર ગેમ રમવામાં વ્યસ્ત હતા. મીડિયાના કેમેરાએ તેમને ક્યારે કેદ કર્યો તેમને તેની ખબર પણ નહોતી.

મીડિયાના લોકો નાયબ તહસીલદાર ઘણા સમય સુધી પોતાના મોબાઈલ પર ગેમ રમવામાં વ્યસ્ત હતા તેમને કવર કરી રહ્યા હતા. જો કે, મીટિંગ સમાપ્ત થયા બાદ જ્યારે મીડિયા કર્મીઓએ નાયબ તહસીલદારના મોબાઈલમાં ગેમ રમવા અંગે કલેકટર સાથે વાત કરી, ત્યારે કલેકટરે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ કોરોના વિશે યોજાયેલી મીટિંગમાં નાયબ તેહસીલદાર જે રીતે મોબાઈલ પર ગેમ્સ રમતા હતા તેથી સ્પષ્ટ છે કે ભીંડ જિલ્લાના વહીવટી અધિકારીઓની કોરોના વિશેની બેદરકારી  વર્તાય રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close