Bottom Article Ad

રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ થશે.

School open on 23rd November
Image Source: Google |dnaindia.com

 ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. આ ઉપરાંત સ્કૂકુલોમાં હાજરી ફરજીયાત નહીં.

આજે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરતા દિવાળી પછી રાજ્યમાં સ્કૂલો અને કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે સ્કૂલ-કૉલેજોને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી SoPનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠક બાદ આ જાહેરાત કરી હતી.તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. આ ઉપરાંત ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ જ રહેશે.

શિક્ષણ મંત્રીની જાહેરાત પ્રમાણે ધોરણ-9 થી ધોરણ-12 સુધીના વર્ગો  23મી નવેમ્બરથી રાજ્યમાં શરૂ થશે. કૉલેજ અને યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના વર્ગો શરૂ થશે.તથા સ્નાતક કક્ષાએ ફક્ત અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે. આ સિવાય મેડિકલ અને પેરામેડિકલના વર્ગો શરૂ થશે. ઈજનેરી શાખાની વાત કરીએ તો માત્ર અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે તેમજ ITI અને પોલિટેકનિકના વર્ગો શરૂ થશે.

ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવવાની સૂચના શિક્ષણ મંત્રીની જાહેરાત પ્રમાણે સ્કૂલોને આપવામાં આવી છે. જે પ્રમાણે એક ધોરણના વિદ્યાર્થીઓને એક દિવસ અને બીજા ધોરણના બીજા દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી શકે છે.સ્પષ્ટતા કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત ગણાશે નહીં. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માંગે છે તે આવી શકે છે, ઓનલાઇન અભ્યાસ પણ ચાલુ રહેશે. એટલે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણી શકે છે અને સ્કૂલે જઈને પણ અભ્યાસ કરી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ફરજિયાત સ્કૂલો શરૂ થયા બાદ પાલન કરવાનું રહેશે. સ્કૂલ શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું થર્મલ ગન વડે તાપમાન માપવાનું રહેશે.વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે બેસાડવા.વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં સાબુથી હાથ ધોવાની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ વસ્તુનું ફરજિયાત પાલન થાય છે કે નહીં તેની જવાબદારી સ્કૂલના આચાર્યની રહેશે. ધોરણ-9 થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ અન્ય વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. સ્કૂલ દરમિયાન કોઈ બાળક બીમાર પડે તો તેને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવાનો રહેશે.

જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગે છે તેના વાલીઓએ સ્કૂલોને લેખિતમાં સહમતિ પત્ર આપવાનો રહેશે. આ સહમતિ પત્ર પર સ્કૂલો અને વિદ્યાર્થીઓના વાલીઓએ કયા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે પણ લખેલું હોવું જોઈએ.એવી પણ સૂચના છે કે સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા માટે દબાણ કરી શકેશે નહીં

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close