Bottom Article Ad

છ માસનું રાશન સાથે લઇને આવ્યા,દિલ્હીના સીમાડે હજારો ખેડૂતો

 

Farmers in Delhi,inngujarati,INN Gujarati,Gujarati News

પાટનગર દિલ્હીના સરહદે ભારત સરકારે ઘડેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતો જમા થયા હતા.

આ લોકો છ મહિનાનું રેશન સાથે લઇને આવ્યા હતા:સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી. જ્યાં અટકવું પડશે ત્યાં સવાર સાંજ રસોઇ કરીને જમશે અને ત્યાંજ રાત વિતાવશે.

ખેડૂતોએ સિંધુ બોર્ડર પર શુક્રવારની રાત વિતાવી હતી.તેમને દિલ્હીના બુરાડી મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી મળી ચૂકી હતી. પરંતુ એ લોકો સિંધુ બોર્ડરથી આગળ વધવા તૈયાર નહોતા. ભારતીય કિસાન સંઘ સહિતના તમામ ખેડૂત સંઘોએ આ આંદોલનને ટેકો આપ્યો હતો. આ કાયદા ખેડૂતો માટે વિનાશકર્તા સાબિત થશે એવો આક્ષેપ આંદોલન કરી રહેલા ખેડૂતો દ્વારા કરાયા હતા.   

સૌથી વધુ લોકો પંજાબ અને હરિયાણાથી આવ્યા હોવાની જાણકારી મળી  હતી. ખેડૂતોના આંદોલન અંગે વાત કરતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કેન્દ્રના આ કાયદા અબજોપતિ ઉદ્યોગપતિઓ માટે ગાલીચા સમાન અને ખેડૂતેા માટે ખાઇઓ સમાન. ખેડૂતોને દિલ્હી આવતાં અટકાવવા સરકારે સડકો ખોદી નખાવી હતી એવો આક્ષેપ પણ પ્રિયંકાએ કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close