Bottom Article Ad

આજે ફરી ખેડુતો અને સરકાર વચ્ચે વાતચીત થશે, નીકળશે હલ કે ચાલુ રહેશે આંદોલન?

 

INN Gujarati,Gujarati News,inngujarati.in,NEWS

આજે (બુધવારે) ફરી ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીત થશે.આશા છે કે છઠ્ઠી વાર વાતચીત બાદ ખેડૂત આંદોલનનું નિવારણ આવશે અને આંદોલન સમાપ્ત થશે.

બીજી બાજુ આંદોલનકારી ખેડુતો 3 કૃષિ કાયદાઓ રદ કરાવવા મક્કમ છે.ખેડૂતોએ બેઠક પહેલા જણાવ્યું હતું કે ચર્ચા માત્ર 3 કૃષિ કાયદાઓને રદ કરવા અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાનૂની બાંયધરી આપવાની કાર્ય પદ્ધતિ પર થશે.

9 ડિસેમ્બરે છઠ્ઠી વાર વાતચીત થવાની હતી પરંતુ ગૃહમંત્રી અમિતશાહ અને ખેડૂત સંગઠનના નેતાઓ વચ્ચે વાતચીતમાં સફળતા ન મળતા આ ચર્ચા રદ કરવામાં આવી હતી.સોમવારે કૃષિ સચિવ સંજય અગ્રવાલે ખેડૂત સંગઠનને લખેલા પત્રમાં રાષ્ટ્રીય પાટનગરમાં વિજ્ઞાન ભવન માટે બપોરે 2 વાગ્યા માટે આમંત્રણ આપ્યું હતું.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close