Bottom Article Ad

ખેડૂતોની 2 માંગણી સરકારે સ્વીકારી, 4 જાન્યુઆરીએ ફરીથી બેઠક યોજાશે.

 

Image Source : Google | DownToearth

ખેડૂતો છેલ્લા 1 મહીનાથી દિલ્હી અને તેની આસપાસ 3 કૃષિ બિલ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.જેમાં ખેડૂત સંઘના નેતાઓ અને સરકાર વચ્ચે ઘણી વાર વાતચીત થઈ છે. કાલે છઠ્ઠી વખત સરકાર વતી 3 કેન્દ્રીય મંત્રીઓએ ખેડૂત સંઘ સાથે વાત કરી હતી.

ખેડૂતો હજી પણ કૃષિ બિલ પાછી ખેંચવાની માંગ પર અડગ છે પરંતુ કેન્દ્રએ આ માંગને ફગાવી દીધી હતી અને સમિતિની રચના કરવાની દરખાસ્ત કરી હતી.


નરેન્દ્રસિંહ તોમરે 2:30 વાગ્યે શરૂ થયેલી ખેડુત આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી વાતચીત અંગે જણાવ્યું કે ખેડૂત આગેવાનોએ જે 4 મુદ્દા સરકાર સમક્ષ મુક્યા હતા તેમાંથી 2 મુદ્દાઓ પર સરકાર સંમત છે. પેલો મુદ્દો પરાળી અંગે અને બીજો મુદ્દો વીજળી અંગે. વધુમાં જણાવ્યું કે કૃષિ કાયદા અને એમએસપી પરના કાયદા પર ચર્ચા સમાપ્ત થઈ નથી. આ માટે 4 જાન્યુઆરીએ ફરીથી એક બેઠક મળશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close