Bottom Article Ad

એક હજાર જેટલા કોરોના વેકસીનના કેન્દ્રો ગુજરાત રાજ્યમાં ઉભા કરાશે, 43 જગ્યાએ વેકસીન રાખવાની વ્યવસ્થા કરાઈ છે.

 

Corona,Corona Vecssin,inn gujarati,INN Gujarati

  • કોરોના વેેકસીનનો પ્રથમ ડોઝ 450 જેટલી વ્યક્ત્તિઓને અપાયો.
  • 50 વર્ષથી વધુ વયના 70 લાખ લાખ લોકોની નોંધણી થઈ.

ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગે વેકસીન આપવા માટે  એક હજારથી વધુ રસી કેન્દ્ર ઉભા કરવાની તૈયારીઓ કરી છે.આ સિવાય ગુજરાત રાજ્યમાં 43 સ્થળોએ વેકસીન રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.હાલમાં કોવિડ વેકસીન ટ્રાયલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગુજરાત રાજ્યમાં 13 ડિસેમ્બરથી આજ સુધી સર્વે કરવામાં આવ્યો જેમાં 50 વર્ષથી વધુ વયના 70 લાખથી વધુ લોકોએ નોંધણી કરી છે. આ સર્વે આરોગ્ય વિભાગ દ્વારા 23 ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ કોરોના વેકસીનના પરીક્ષણ માટે પસંદ કરવામાં આવી છે.500 વેકસીનના ડોઝ ટ્રાયલ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

જે લોકો પોતે કોરોનાની વેકસીન લેવા ઇચ્છતા હતા તેવા સ્વસ્થ લોકોની પસન્દગી સૌપ્રથમ કરવામાં આવી.450 વ્યક્તિઓમાં કોઈ પણને વેકસીનની આડઅસર જોવા મળી નથી.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી મારફતે 10 થી 13 ડિસેમ્બર સુધીમાં સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી હતી.વેકસીનેસન માટે 33 જિલ્લા અને 248 તાલુકામાં ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close