Bottom Article Ad

આજે ખેડૂત આંદોલનના 26 માં દિવસે ખેડૂતો સરકાર સાથે વાતચીતના આમંત્રણ અંગે નિર્ણય કરશે, ભૂખ હડતાલની સંભાવના

 

inngujarati.in,Farmer Protest in Delhi,Gujarati News,News

આજે દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 26 મો દિવસ છે. ખેડૂતો આજે સરકાર દ્વારા મોકલેલ વાતચીત માટે ના આમંત્રણ અંગે નિર્ણય કરશે.અને ભૂખ હડતાલ કરશે. 25 થી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં ટોલ ફ્રી કરાશે ખેડૂતોએ રવિવારે એલાન કર્યું હતું.જેના 5 કલાક પછી જ સરકારે વાતચીત ના આમંત્રણની ચીઠ્ઠી મોકલી હતી.અને તારીખ ખેડૂતોએ જાતે નક્કી કરવા જણાવ્યું હતું.જેનો ખેડૂતો આજે નિર્ણય કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે બંગાળમાં રવિવારે જણાવ્યા મુજબ કૃષિમંત્રી અને ખેડૂતો વચ્ચે 1-2 દિવસમાં મિટિંગ યોજાય શકે છે. કુંડલી બોર્ડર પર રવિવારે ખેડૂતોએ બેઠક બાદ એલાન કર્યું હતુ કે જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રમોદી મન કી બાત ચાલુ રાખશે ત્યા સુધી ખેડૂતો થાળી વગાળશે.

23 ડિસેમ્બરે ખેડૂત દિવસના દિવસે દેશના લોકો એક દિવસ ઉપવાસ રાખે તેવી ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close