Bottom Article Ad

ભારતમાં ફરી કોરોનાના કેસમાં વધારો, મહારાષ્ટ્ર અને અન્ય 8 રાજ્યોમાં એક્ટિવ કેસ વધ્યા. આ સાથે ભારત ફરી ટોપ-15 સંક્રમિત દેશોના લિસ્ટમાં.

હાલમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાના કેસ અમેરિકા, ફ્રાન્સ અને યુકેમાં છે.

Corona Update, INN Gujarati

ભારત દેશ ફરી એક વાર તે યાદી માં સામેલ થઈ ગયો છે કે જે દેશોમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે.એટલે કે એવા દેશ જેમાં લોકોની સારવાર ચાલી રહી છે અથવા તેમનું મૃત્યુ થઈ ગયું છે.

30 જાન્યુઆરીએ ભારત પોર્ટુગલ, ઇન્ડોનેશિયા અને આયરલેન્ડને છોડીને 17 માં નંબરે આવી ગયું હતું. જ્યારે ભારત હવે ટોપ-15 સંક્રમિત દેશોની લિસ્ટમાં 15 માં નંબરે આવી ગયું છે.આશા હતી કે ભારત ટોપ-20 સંક્રમિત દેશોની યાદીમાંથી ઝડપથી બહાર આવી જશે પરંતુ તેવુ થયું નહીં.


કોરોનાના એક્ટિવ કેસના મામલામાં અમેરિકા પ્રથમ નંબરે છે. અમેરિકામાં લગભગ 92 લાખથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત ફ્રાન્સ અને યુકેમાં પણ સ્થિતિ ખરાબ છે. ફ્રાન્સમાં લગભગ 32 લાખ એક્ટિવ કેસ છે. તો યુકેમાં પણ 16 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

આ સિવાય કોરોનાના સૌથી વધુ સંક્રમિત દેશોની યાદીમાં બ્રાઝીલ, બેલ્જિયમ, સ્પેન, ઈટલી, રશિયા, મેક્સિકો, પોલેન્ડ, આયરલેન્ડ, ઈન્ડોનેશિયા, અર્જેન્ટિના અને ભારત પણ સામેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close