Bottom Article Ad

3700 કરોડના બેંક ફ્રોડ કેસમાં CBI એ 11 રાજ્યોની 100 જગ્યાઓ પર દરોડા પડ્યા

 

CBI raids over 100 locations across India in bank fraud cases


3700 કરોડના બેંક ફ્રોડ મામલે CBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ ફ્રોડને લઈને દેશની અલગ અલગ 30 જગ્યાએ FIR રજીસ્ટર થઈ હતી. રાજ્યોમાં અલગ અલગ 100 જગ્યાઓ પર ગુરુવારે દરોડા પડ્યા હતા. 

R. C. જોશી (સ્પોકસ્પર્શન CBI)એ જણાવ્યા મુજબ દેશની અલગ અલગ બેંકોમાંથી મળેલી ફરિયાદો ને આધારે ફ્રોડ કરનારાઓ વિરૃદ્ધ સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ આ દરોડા પાડવામાં આવ્યા હતા. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા,ઇન્ડિયન ઓવેરસીઝ બેંક,IDBA,SBI, PNB,બેંક ઓફ બરોડા,કેનરા બેંક અને ઇન્ડિયન બેંક દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બેન્કોની ફરિયાદના આધારે અલગ અલગ 100 જગ્યાઓ પર દરોડા મારવામાં આવ્યા હતા જેમાં શ્રી ગંગાનાગર, જયપુર, રાજકોટ, અમદાવાદ, વિશાખપટનમ, તિરૂપતિ, નિમાડી, ભોપાલ, મુંબઇ, સુરત, પશ્ચિમ ગોદાવરી, કોલકાતા, વડોદરા, બલલારી, હૈદરાબાદ, ગુટુર, બેંગલુરું, વેલ્લોર, તિરુવરુર, ચેન્નાઇ, ગુડગાવ, નોયડા, મથુરા, ગાઝિયાબાદ, દિલ્હી અને કાનપુર સામેલ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close