Bottom Article Ad

ચાલો એક નાના બાળકને જિંદગી આપીએ. તમારી એક નાનકડી મદદ એક નાના બાળકનો જીવ બચાવી શકે છે.

 

Help
Image Source : Vtv Gujarati

4 મહિનાનો ધૈર્યરાજસિંઘ SMA-1 નામની ગંભીર બીમારીથી ઝઝુમી રહ્યો છે. આ બીમારી લાખોમાં કોઈ એક બાળકને થતી હોય છે. આ બીમારીનો માત્ર એક જ ઈલાજ છે. જેમાં આશરે 16 કરોડ જેટલો ખર્ચ થઈ શકે છે.

સામાન્ય પરિવાર માટે 16 કરોડ જેટલી મોટી રકમ એકઠી કરવી એ ખૂબ જ મુશ્કેલ છે. અને એટલે જ આટલી મોટી રકમ ભેગી કરવા માટે સહિયારા સાથની જરૂર છે.

ધૈર્યરાજસિંઘની મદદ માટે ઓનલાઇન ડોનેશનથી પણ ઘણી મદદ મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આશરે 50℅ ડોનેશન પ્રાપ્ત થયું છે. તમે પણ તમારી યથાશક્તિ પ્રમાણે ડોનેશન આપીને એક નાનકડી મદદ કરી શકો છો. 

ધૈર્યરાજસિંઘના નામનું બેંક એકાઉન્ટ ઓપેન કારવાયું છે,બેંકની માહિતી નીચે તથા ઉપર ફોટોમાં આપેલી છે.ત્યાંથી તમે તમારી યથા શક્તિ પ્રમાણે ડોનેશન આપી એક બાળકનો જીવ બચાવવામાં એક નાનકડી મદદ કરી શકો છો.

ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237 
IFSC CODE : YESB0CMSNOC 
NAME : DHAIRYARAJSINH RATHOD 

તારક મહેતા કા ઉલટા ચશ્માં ના બાધા અને અન્ય ઘણા ગુજરાતી કલાકારો અને અભિનેતાઓ પણ ધૈર્યરાજસિંઘ માટે મદદ કરી છે અને લોકોને મદદ માટે અપીલ કરી છે.

આ ટેકનોલોજી અને ઓનલાઇન બેંકિંગની સુવિધાઓમાં જો લોકો સુધી સાચી માહિતી પહોંચે તો અસંભવ ઘટના પણ સંભવ થતી હોય છે.આવું જ કંઈક ધૈર્યરાજસિંઘના કિસ્સામાં પણ થયું છે. લોકો 10 રૂપિયાથી માંડીને હજારો રૂપિયાનું દાન આપી રહ્યા છે.

ધૈર્યરાજસિંઘની મદદ માટે કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે.તેને પોતાના સભ્યો પાસેથી ઉઘરાણી કરી આશરે 65 હજાર જેટલી રકમ ભેગી કરી છે.

ધૈર્યરાજનો પરિવાર 16 કરોડ ના ઈન્જેકશન માટે મદદ માંગી રહ્યો છે ત્યારે થલતેજમાં વસતા સુનિલ પટેલે પણ દાન કર્યું હતું કારણ કે તેમનો પુત્ર પણ થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યો હતો.

ધૈર્યરાજની મદદ માટે કર્ણીસેના દ્વારા રસ્તા પર ઉભા રહીને ડોનેશન એકઠું કરવામાં આવ્યું હતું.

તો ચાલો આપણે પણ એકજુથ થઈ આપણી એકતા બતાવીએ અને નાનકડા બાળકનો જીવ બચાવવામાં ભાગીદાર બનીએ.

ડોનેશન માટેની બેન્કની માહિતી: A/C NO : 700701717187237 
IFSC CODE : YESB0CMSNOC 
NAME : DHAIRYARAJSINH RATHOD
 

આ પોસ્ટ દ્વારા મળતું તમામ રેવન્યુ ધૈર્યરાજસિંઘ માટે ડોનેટ કરવામાં આવશે તો તમારા દ્વારા કરવામાં આવતી આ પોસ્ટની એક share પણ ધૈર્યરાજસિંઘ માટે એક નાનકડી મદદ થશે. આ પોસ્ટને વધુ ને વધુ share કરો જેથી આ નાના બાળકનો જીવ બચાવવામાં વધુને વધુ મદદ મળે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close