Bottom Article Ad

પોસ્ટ પેમેન્ટ બેન્કના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : નાણાં ઉપાડવા અને જમા કરાવવા માટે 1 એપ્રિલથી આપવો પડશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા થશે ચાર્જ

  •  જાણો પોસ્ટ પેમેન્ટ બેન્કના સેવિંગ અને કરંટ એકાઉન્ટ પર કેટલો લાગશે ચાર્જ
  • મીની સ્ટેટમેન્ટ કઢાવવા પર પણ લાગશે ચાર્જ
INN Gujarati, Gujarati News in Gujarat

પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હોય એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર આવ્યા છે. જો તમારું પણ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું છે તો આ સમાચાર જરૂર વાંચો નહીં તો નુકસાન થઈ શકે છે.

1 એપ્રિલ 2021 થી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના ગ્રાહકો માટે કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવશે. મની  કંટ્રોલ અહેવાલ મુજબ હવે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે નાણા જમા કરાવવા પર,ઉપાડવા પર અને AEPS (આધાર આધારીત પેમેન્ટ સિસ્ટમ) પર ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. તો ચાલો જાણીએ આ નિયમ ક્યાં એકાઉન્ટ પર લાગુ થશે.

  • બેઝિક સેવિંગ એકાઉન્ટ પર કેટલો લાગશે ચાર્જ 
જો તમારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બેઝિક સેવિંગ એકાઉન્ટ છે તો રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે. તથા 4 વાર રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે પરંતુ ત્યારબાદ 25 રૂપિયા કે રકમના 0.5 ટકા ચાર્જ આપવો પડશે.

  • સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટ પર કેટલો આપવો પડશે ચાર્જ
જો તમારું સેવિંગ્સ અથવા કરંટ એકાઉન્ટ છે તો 10 હજાર સુધીની રકમ જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે પરંતુ ત્યારપછીનાં દરેક જમા પેમેન્ટ પર ઓછામાં ઓછો 25 રૂપિયા ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત તમે દર મહિને 25 હજાર સુધીની રકમ ઉપાડી શકો છો તેનાથી વધારે ઉપાડવા પર આપણે 25 રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

  • ઇન્ડિયા પોસ્ટ AEPS પર પણ લાગશે ચાર્જ
IPPB નેટવર્ક પર સીમિત મફત લેવડદેવડ થાય છે.પરંતુ નોન IPPB માટે માત્ર ત્રણ વખત જ મફત લેવડદેવડ થઈ શકે છે. આ નિયમ કેશ ઉપાડવા પર, કેશ જમા કરવા પર અને સ્ટેટમેન્ટ કઢાવવા પર લાગુ પડે છે. AEPS માં ફ્રી લિમિટ ખતમ થયા બાદ દરેક ટ્રાન્જેકસન પર 20 રૂપિયા ચાર્જ આપવો પડશે.


  • મીની સ્ટેટમેન્ટ કાઢવા પર પણ આપવો પડશે ચાર્જ
જો ગ્રાહક મીની સ્ટેટમેન્ટ કઢાવવા માંગે છે તો પણ તેમને 5 રૂપિયા ચાર્જ આપવો પડશે અને જો ગ્રાહક મર્યાદા પૂર્ણ થયા બાદ પણ ટ્રાન્જેકસન્સ કરશે તો તેમના ખાતામાંથી 1 ટકા ચાર્જ કાપી લેવામાં આવશે જો કે આ 1 થઈ 25 રૂપિયાની મર્યાદામાં હશે પરંતુ આ ચાર્જ પર પણ gst અને ss લાગશે.

આ સિવાય ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ જણાવ્યું છે કે GDS (ગ્રામીણ ડાક સેવા) શાખાઓમાં પણ હવે ઉપાડની મર્યાદા વધારીને 5000 થી 20000 કરી દેવામાં આવી છે. અને આ સાથે એ પણ જણાવ્યું છે કે ખતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા હોવા જોઈએ જો તેનાથી ઓછી રકમ હશે તો 100 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે.અને જો ખાતામાં રૂપિયા નહીં હોય તો ખાતું ટર્મિનેટ કરવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close