Bottom Article Ad

સ્કૂલ કોલેજો 10 એપ્રિલ સુધી બંધ,કોરોનાના કેસ વધતા 8 મહાનગરોમાં સ્કૂલ કોલેજો બંધ રહેશે. જાણો ક્યાં છે આ 8 મહાનગરો

 

Bhupendrasingh
Image Source: DNA India

  • રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર આ 8 મહાનગરોમાં 10 એપ્રિલ સુધી સ્કૂલ કોલેજો બંધ રહેશે.
  • આવતી કાલથી શરૂ થનારી બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણના લીધે રાજ્ય સરકારે 8 મહાનગરોમાં સ્કૂલો અને કોલેજો નું ઓફલાઇન શિક્ષણ 10 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અન્ય વિસ્તારોમાં શિક્ષણ સ્વૈચ્છીક ચાલુ રહેશે.


હવે તમામ ધોરણોના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, વડોદરા અને જૂનાગઢમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે 1 મહિના પહેલા શરૂ કરાયેલી સ્કૂલ અને કોલેજોને 10 એપ્રિલ સુધી બંધ રાખવા અને કાલથી શરૂ થતી પરીક્ષાઓ મોકૂફ રાખવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

  • બરાબર 1 વર્ષ બાદ ફરી સ્કૂલ કોલેજો બંધ કરાઈ
ગત વર્ષે 16 માર્ચથી સ્કૂલો અને કોલેજોનું શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તબક્કાવાર સ્કૂલો અને કોલેજો જાન્યુઆરીમાં ખોલવામાં આવી હતી પરંતુ 1 વર્ષ બાદ કોરોનાની સ્થિતિ ફરી ત્યાંની ત્યાંજ આવી જતા 8 મહાનગરોમાં સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close