Bottom Article Ad

US સાંસદે ઉઠાવ્યા પોતાની સરકાર પર જ સવાલ, પૂરતા સંસાધન હોવા છતાં ભારતને મદદ કરવાની ના કેમ ?

વોશિંગ્ટન :  આ કોવિડના સમયમાં ભારતની મદદ માટે ઇનકાર કરતા 
અમેરિકાને તેના નેતાઓએ જ બરાબર સવાલો કર્યા. ત્યાંના નેતાઓ કહે છે કે આપણા દેશની હાલની પરિસ્થિતીને જોતા તરત જ રસી બનનાવવા માટેનો કાચો માલ પૂરો પાડવો જોઈએ. 

joe-biden,coronavirus,coronavirus-cases-in-usa,coronavirus-cases-in-india,Covid-19-news,Maru Gujarat,National Update,
Image Source : zee 24 kalak

નેતાઓએ US ના પ્રેસિડેન્ટ જો બાઇડનને પણ આ અંગે જલ્દી નિર્ણય લેવા માટે આગ્રહ કર્યો છે. બીજી બાજુ 1 મેથી રસીકરણનો ત્રીજો તબ્બકો ભારતમાં શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર વધુમાં વધુ લોકોને રસી આપવા માંગે છે જેથી કોરોનાના વધતા સંક્રમણને કાબુમાં લાવી શકાય. આ માટે જરૂરી છે કે વધુમાં વધુ રસીના ઉત્પાદન માટે મોટા પાયે કાચા માલની જરૂર પડશે.

  • અમેરિકામના મેચાસુસ્ટેટ્સથી ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર એડ માર્કએ બાઇડનને તરત મદદ કરવા અપીલ કરી.
તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે ભારતમાં દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં તેમણે પૃથ્વી દિવસનો ઉલ્લેખ કરતા ભારતને તરત જ મદદ કરવાની ભલામણ કરી અને કહ્યું કે પૃથ્વી દિવસ માત્ર આપના ગ્રહ જ નહીં પરંતુ તેના પર રહેતા તમામ જીવ સાથે જોડાયેલો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

close