ઐશ્વર્યા, કૈટરીનાથી લઈને 11 અભિનેત્રી અને મોડેલ્સ રહી ચુકી છે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ…જાણો એમના નામ…એક તો પાકિસ્તાનથી ભાગીને લગ્ન કરવા આવી હતી…

0

 

salman khan ex girlfriend
Image Source : Pinterest  Artical Source : Gujjurocks

 

salman khan ex girlfriend
Image Source : Gujjurocks

આપણે જાણીએ જ છીએ કે બોલિવૂડમાં અવનવી વાતો અને કિસ્સાઓ બનતા જ રહે છે. અને ઘણી વખત હીરો-હિરોઇનોની અફેરની ચર્ચાઓ થતી હોય છે. તો  આજે અમે આવી જ એક વાત લઈને તમારી સમક્ષ આવ્યા છીએ…

27 ડિસેમ્બર 1965 ના રોજ જન્મેલા સલમાન ખાન બોલીવૂડના હેન્ડસમ અને ફિટ અભિનેતાઓમાંના એક છે. 55 વર્ષની ઉંમર હોવા છતાં તેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. પોતાની કારકિર્દીમાં ઘણી અભિનેત્રીઓ અને મોડેલ્સ સાથે તેનું નામ પણ જોડવામાં આવ્યું હતું.પણ સલમાન ખાને આજ સુધી કોઈપણ સાથે લગ્ન કર્યા નથી. પરંતુ આજ સુધીમાં સલમાન ખાનની 11 ગર્લફ્રેન્ડ રહી ચુકી છે. તો ચાલો જાણીએ સલમાનની ગર્લફ્રેન્ડઓ વિશે…

iulia vantur and salman khan
Image Source : TOI

 યુલિયા વંતુર

એક અંદાજ મુજબ તાજેતરમાં યુલિયા વંતુર સલમાન ખાનની તાજેતરની ગર્લફ્રેન્ડ છે. યુલિયા વંતુર ખાન પરિવારની દરેક ઇવેન્ટ અને પાર્ટીમાં ચોક્કસ જોવા મળે છે.

પત્ની અને બાળકોને છોડીને આ અભિનેત્રીના પ્રેમમાં પાગલ થઈને તેની સાથે રહેતા હતા પ્રભુદેવા.

claudia ciesla
Image Source : imdb


ક્લોડિયા સીએલ્સા

ક્લોડિયા સીએલ્સા એક મોડેલ છે જે અક્ષય કુમાર સાથે આઈટમ સોંગ ઓ બલમમાં જોવા મળી હતી. સલમાન ખાન અને ક્લોડિયા સીએલ્સા થોડા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.


dezy shah and salman khan
Image Source : India Today


ડેેેજી શાહ

ડેજી શાહ એક ડાન્સર અને કોરોયોગ્રાફર છે. તેણે સલમાનની ફિલ્મ તેરે નામ ના એક ગીતમાં બેક ડાન્સર તરીકે કામ કર્યું હતું. આ સિવાય તેણે સલમાનની ફિલ્મ જય હો માં હિરોઇનનો રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ બાદ બંનેના રિલેશનશિપની ચર્ચાઓ બજારમાં હતી.

salman khan and zarine khan
Image Source : Tellychakkar

 ઝરીન ખાન

ઝરીન ખાનને બોલિવૂડમાં સલમાન ખાન લઈને આવ્યા હતા. ફિલ્મ વીર માટે જ્યારે સલમાને ઝરીનને સાઈન કરી હતી ત્યારે તેનું વજન 100 કિલોથી વધુ હતું. ફિલ્મ વીર બાદ ઘણા મોકાઓ પર બંને સાથે જોવા મળ્યા હતા.

salman khan and sneha ullal
Image Source : Filmibeat

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલને ઐશ્વર્યાની હૂબહૂ માનવામાં આવે છે. ફિલ્મ લકી દ્વારા સલમાન સાથે ડેબ્યુ કરનાર સ્નેહા ઉલ્લાલ પણ સલમાન સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ બંને જલ્દી જ અલગ થઇ ગયા હતા.

salman khan and amy jackson
Image Source : pinkvilla
 

એમી જેકસન 

એમી જેક્સનનું નામ પણ સલમાન ખાન સાથે જોડવામાં આવ્યું હતું. પણ પછી બંને અલગ થઈ ગયા હતા. જણાવી દઈએ કે એમી જેકસન અભિનેતા પ્રતીક બબ્બરની ગર્લફ્રેન્ડ પણ રહી ચુકી છે. 

salman khan and katrina kaif
Image Source : India Today


કૈટરીના કૈફ

કૈટરીના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કયો કિયા પછી બંનેની રિલેશનશિપની ખબરો સામે એવી હતી. કૈટરીનાની કારકિર્દી બનાવવામાં સલમાનનું ઘણું યોગદાન હતું. પરંતુ સલમાનના ખરાબ વર્તનને લીધે બંને અલગ થઈ ગયા હતા. ત્યારબાદ કૈટરીના રણવીરને ડેટ કરી રહી હતી. હાલમાં કૈટરીના અને વિકી કૌશલના રિલેશનશિપની ખબરો સામે આવી રહી છે. 

 
salman khan aishwarya rai
Image Source : Outlook

પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ


ઐશ્વર્યા રાય

ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા એકબીજાથી પરિચિત થયેલા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની પ્રમકહાની જગજાહેર થઈ ચૂકી હતી. બંનેના રિલેશનની ખબરો ખૂબ જ ચર્ચામાં હતી. પરંતુ અમુક કારણોને લીધે બંને અલગ થઈ ગયા.

salman khan somy ali
Image Source : The Indian Express


સોમી અલી

સોમી અલીને સલમાન ખાન એટલો પસંદ હતો કે તે સલમાન ખાનને મળવા પાકિસ્તાનથી મુંબઇ આવી ગઈ હતી. કરાંચીમાં જન્મેલી સોમી અલી ત્યારે માત્ર 16 વર્ષની હતી જ્યારે તે મુંબઇ આવી હતી. મુંબઇ આવીને તેને મોડલિંગ શરૂ કર્યું અને સલમાનને ડેટ પણ કરવા લાગી હતી. પરંતુ થોડા જ સમયમાં તે પણ દૂર ચાલી ગઈ.

 
sangeeta bijlani and salman khan
Image Source : Bollywood Bubble

 


સંગીતા બીજલાની

બોલિવૂડ ડેબ્યુ પછીનો સલમાન ખાનનો પહેલો પ્રેમ સંગીતા બીજલાની છે એવું માનવામાં આવે છે. બંને ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા. ત્યારબાદ લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા અને સંગીતાએ લગ્ન માટે ના પાડી દીધી. 

 
shahin jafari salman khan
Image Source : Jagran


શાહીન જાફરી

શાહીન જાફરી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ માનવામાં આવે છે. સલમાન ખાન માત્ર 19 વર્ષના હતા અને બોલિવૂડમાં ડેબ્યુ પણ નહોતું કર્યું ત્યારથી બંને એકબીજાને પસંદ કરતાં હતાં. શાહીન અશોક કુમારની પૌત્રી અને ક્યારા અડવાણીની માસી છે. 

 

Previous articleશહનાઝ ગીલના હોટ ફોટોઝ થયા વાયરલ… ચાહકોના હોશ ઉડાવી દીધા…
Next articleબ્રાઝીલની આ એક્ટ્રેસ હતી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ… સુંદરતામાં અનુષ્કાને પણ ટક્કર આપે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here