આ ગામના દરેક ઘરના પાર્કિગમાં દેખાશે વિમાન…જી હા, સ્કૂટર કે કાર નહીં પણ વિમાન.

0

 

The plane will appear in the parking lot of every house in this village
Image Credit : gujaratofficial

આપણે સામાન્ય રીતે લોકોના ઘરના પાર્કિંગમાં સ્કૂટર, સાયકલ કે કાર જોવા મળે છે. પરંતુ આજે અમે જે ગામ વિશે વાત કરીએ છીએ તે આ બધા ગામોથી અલગ પડતું આવે છે. આ ગામના દરેક ઘરના પાર્કિગમાં તમને સ્કૂટર કે કાર નહીં પરંતુ વિમાન જોવા મળશે. તો ચાલો જાણીએ આ ગામ ક્યાં આવેલું છે. શુ નામ છે આ ગામનું અને બીજું ઘણું બધું…

Image Credit : gujaratofficial
 
વિશ્વમાં કુલ 630 એરપાર્ક્સ આવેલા છે જેમાંથી 610 એરપાર્ક્સ યુસએમાં જ આવેલા છે. વિશ્વનો સૌથી પહેલો એરપાર્ક ઇ.સ. 1946 માં કેલિફોર્નિયાના ફ્રેસનોમાં બનાવવામાં આવ્યો હતો.  આજે આપણે જે ગામ વિશે વાત કરીએ છીએ તે ફ્લાય ઇન સમુદાય તરીકે જાણીતું છે. અને આ ગામ યુસએમાં આવેલું છે. હવે તમને આ જાણીને પ્રશ્ન જરૂર થયો હશે કે એવું તે શું છે આ ગામમાં કે દરેક ઘરની બહાર વિમાન જોવા મળે છે. તો ચાલો જાણીએ…
 
Image Credit : gujaratofficial
 
ખરેખર આ ગામનો વિડિઓ હાલ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને જે કોઈ પણ આ વિડિઓ જોવે છે તે દંગ રહી જાય છે. આવા ઘણા એરપાર્કસ તમને યુસએમાં જોવા મળશે. તેને બનાવવાનું કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યુસએમાં પાઈલટ્સની સંખ્યા ચાર લાખથી વધી ગઈ હતી. અને બીજા વિશ્વયુદ્ધ પછી ઘણા વિમાનો પણ નકામા થઈ ગયા હતા. આ સ્થિતિમાં અમેરિકન એરોનોટિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આવા ઘણા એરપાર્ક્સ બનાવવામાં આવ્યા અને પછી રન વેની આજુબાજુ નિવૃત લશ્કરી પાયલટ સ્થાઈ થઈ ગયા. 
 
Image Credit : gujaratofficial
 
વાત કરીએ આ પ્લેન ઉડાવવામાં થતી મુશ્કેલીઓની તો આ ગામના રસ્તાઓની લંબાઈ અને પહોળાઈ એટલી રાખવામાં આવી છે કે જેથી દરેક વિમાન સરળતાથી એકબીજાને ટકરાયા વિના ઉડાન ભરી શકે. 
 
Image Credit : gujaratofficial
 
આ લેખ સંપૂર્ણ વાંચવા બદલ તમારો ખુબખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ લેખ અને વાતો જાણતા રહેવા માટે અમારું ફેસબુક પૅજ @ગુજ્જુખબરી (@gujjukhabri) ને ફોલો કરો. આ લેખનો સારાંશ gujaratofficial માંથી લેવામાં આવ્યો છે.

 

 

Previous articleટૂંકા કપડાં અને હોટ લુકથી નફરત કરે છે. ટીવી શૉની આ 5 અભિનેત્રીઓ.
Next articleબોલીવૂડની આ ફેમસ 8 અભિનેત્રીઓ સાથે હતું રણબીર કપૂરનું અફેર…એક તો છે પાકિસ્તાનની ફેમસ અભિનેત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here