મુખ્યમંત્રીના ઘરની પુત્રવધુ હોવા છતાં પૈસાનો જરાય ઘમંડ નથી, બાળકોને પગપાળા સ્કૂલે છોડવા જાય છે. જુઓ તસવીરો

0

 

genelia d'souza with her children
Image Source: NEWS

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે રાજકીય પરિવારમાંથી આવે છે અથવા સબંધ ધરાવે છે. આજે આપણે એવી જ એક ખુબસુરત અભિનેત્રી વિશે વાત કરવાના છે કે જે રાજકીય પરિવારની પુત્રવધુ છે. પરંતુ આ અભિનેત્રીને તેનો જરાય ઘમંડ નથી અને તે સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

riteish deshmukh and his family
Image Source: Filmi Beat

12 એવી વાતો જે માત્ર મુકેશ અંબાણીના છોકરાના લગ્નમાં જ સંભવ હતી. બાકી તો સપનામાં પણ સંભવ ન થાય, જાણો એ વાતો

તો એ ખુબસુરત અભિનેત્રી જેનિલિયા ડીસુઝા છે, જે બોલલિવૂડ અને સાઉથની ખુબજ પ્રખ્યાત અભિનેત્રી છે અને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રિતેશ દેશમુખની પત્ની પણ છે. જેનિલિયાના સસરા વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા.હાલમાં તેઓ આ દુનિયામાં નથી, 14 ઓગસ્ટ 2012 ના રોજ તેમનું નિધન થયું હતું. આમ જેનીલિયા પણ રાજકીય પરિવારમાંથી છે.

રિતેશ દેશમુખ પિતા મુખ્યમંત્રી હોવા છતાં રાજકારણમાં પોતાની કારકિર્દી બનાવી શક્યા ન હતા. ત્યારબાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવી. તેમાં તેમને ખૂબ જ સફળતા મળી. તેમની પત્ની જેનિલિયા ડીસુઝા પણ બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આમ બંને રાજકીય પરિવાર માંથી હોવા છતાં પણ ક્યારેય તેમનો લાભ ઉઠાવતા નથી અને સાદું જીવન જીવવાનું પસંદ કરે છે.

riteish deshmukh and his family
Image Source: News 18

પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ દસ બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ

જણાવી દઈએ કે જેનિલિયા ડીસૂઝા પ્રખ્યાત અભિનેત્રીની સાથે એક પત્ની અને માતા પણ છે. રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ તેમણે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું અને પરીવારને અગ્રીમતા આપી હતી. જેનિલિયા તુઝે મેરી કસમ ફિલ્મથી 2003માં ડેબ્યુ કરનારી આ ખુબસુરત અભિનેત્રી તે સમયની ટોચની અભિનેત્રીઓમાં નામ ધરાવતી હતી.

genelia d'souza with her Child on Road
Image Source: NEWS

જેનિલિયા ડીસૂઝાના સસરા વિલાસરાવ દેશમુખ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા અને રાજકારણી હતા. અને હાલમાં રિતેશ દેશમુખ પણ બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા છે અને ઈન્ડસ્ટ્રીમાં તેનું ખૂબ જ સારું નામ છે. આમ જેનિલિયા કરોડોની સંપત્તિની માલકીન છે છતાં તે સાદું જીવન જીવે છે અને સંપત્તિનો અને કીર્તિનો જરાય ગર્વ નથી.

genelia d'souza with her Child on Road
Image Source: NEWS

થોડા સમય પહેલા જ જેનિલિયા પોોતાના પુત્ર સાથે રસ્તા પર જોવા મળી હતી. તે તેમના પુત્રને સ્કૂલે છોડવા જઇ રહી હતી. જણાવી દઈએ કે તે દરરોજ પગપાળા જ પોતાના પુત્રને સ્કૂલે છોડવા જાય છે. અને પોતાના પતિ સાથે જીમમાં પણ જાય છે.

આ અભિનેત્રીએ લગ્ન પછી પણ પોતાને સારી રીતે મેન્ટેન કરે છે અને સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસવીરો પણ શેર કરતી રહે છે.
Previous articleવિરાટ કોહલી સલમાનની આ વાતને કારણે હતા ગુસ્સે, તેથી લગ્નમાં પણ આમંત્રણ નહોતું આપ્યું…
Next articleપોતાની 2 પત્નીઓ સાથે એક જ જગ્યા પર રહે છે બોલીવૂડની આ મહાન હસ્તી. જુઓ તસ્વીરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here