શુ તમે જાણો છો જેઠાલાલ દુકાન પર ક્યાંથી મંગાવે છે ચા અને લસ્સી, જુઓ એ દુકાનોની તસવીરો

0

 

gada electronics
Image Source: mumbai77.com

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ છેલ્લા 11 વર્ષથી ટીવી પર આવતી અને તેમના દર્શકોને હસાવતી સિરિયલ છે. અને તમે છેલ્લા 11 વર્ષોથી ગોકુલધામ સોસાયટી અને ગડા ઇલેક્ટ્રોનિકસ જોઈ રહ્યા છો. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેઠાલાલ જયારે બાઘા અથવા નટુકાકાને ચા અથવા લસ્સી લઇ આવવાનું કહે છે  ત્યારે એ ચા અથવા લસ્સી ક્યાંથી આવે છે. તો ચાલો આજે જાણીએ ક્યાંથી આવે છે એ ચા અને લસ્સી.

jethalal and bagha
Image Source: Apnu Gujarat

તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં જોતા હશો તો તમને ખબર જ હશે કે કોઈ ખાસ વ્યક્તિ ગડા ઇલેક્ટ્રોનિકસ પર આવે તો તેમના માટે જેઠાલાલ ચા અથવા લસ્સી કે ફાલુદા મંગાવે છે. પરંતુ આ માટે સેટ પર કોઈ બંદોબસ્ત કરવામાં નથી આવતો.  પણ વાસ્તવમાં આ દુકાનો મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે અને વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસ પણ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના આ 5 પાત્રો જે આજે પણ બેચલર લાઈફ જીવે છે… અને લગ્ન કરવાનો કોઈ ઈરાદો જ નથી !!!

Hotal Samudra
Image Source: Apnu Gujarat

જેઠાલાલને જ્યારે પણ દુકાન પર ચા પીવાની ઇચ્છા થાય ત્યારે ચા વાસ્તવમાં ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી હોટેલ સમુદ્રમાંથી ચા મંગાવવામાં આવે છે. આ હોટેલ વાસ્તવમાં મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી છે.

Best Falooda
Image Source: Apnu Gujarat

જ્યાંરે પણ જેઠાલાલ લસ્સી અથવા ફાલુદા મંગાવે છે ત્યારે એ લસ્સી અથવા ફાલુદા બેસ્ટ ફાલુદા માંથી મંગાવવામાં આવે છે. જે દુકાન પણ ગડા ઇલેક્ટ્રોનિકસની બાજુમાં જ આવેલી છે.

Gada Electronics
Image Source: Apnu Gujarat

મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી ગડા ઇલેક્ટ્રોનિકસનું નામ પહેલા કંજ્યુમર શોપ હતું. પરંતુ જ્યારે પણ શૂટિંગ હોય ત્યારે બેનર બદલવું પડતું હોવાથી દુકાનના માલિકે શોના પ્રોડ્યૂસર આસિત મોદીને દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ રાખવા ઇચ્છતા હોવાનું જણાવ્યું અને આસિતભાઈ માની ગયા. હાલ વાસ્તવમાં તે દુકાનનું નામ ગડા ઇલેકટ્રોનિક્સ છે. અને તે દુકાનના માલિકનો 13 વર્ષોથી આસિકભાઈ સાથે સબંધ છે.

જાણો કોણ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના કિરદારોના રિયલ લાઈફ પાર્ટનર. જુઓ તસવીરો

નટુકાકા અને બાઘા અવારનવાર જ્યારે ગડા ઇલેક્ટ્રોનિકસમાં શૂટિંગ ચાલતું હોય ત્યારે હોટલ સમુદ્રમાંથી ચા મંગાવે છે તથા અહીંની ચા સિરિયલ યુનિટમાં ફેવરિટ છે.
 
જો તમને આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટને તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ પોસ્ટ વાંચતુ રહેવા માટે ફોલો કરો અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર (સોસીયલ બટન નીચે આપેલા છે.)

Previous article12 એવી વાતો જે માત્ર મુકેશ અંબાણીના છોકરાના લગ્નમાં જ સંભવ હતી. બાકી તો સપનામાં પણ સંભવ ન થાય, જાણો એ વાતો
Next articleપોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ 10 બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here