વિરાટ કોહલી સલમાનની આ વાતને કારણે હતા ગુસ્સે, તેથી લગ્નમાં પણ આમંત્રણ નહોતું આપ્યું…

0

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી હાલમાં સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે. તે બંનેએ વર્ષ 2017માં લગ્ન કર્યા. તે ડેસ્ટિનેશન વેડિંગ હતા. ઇટાલીમાં લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. તેમાં ઘણા મોટા સ્ટાર આવ્યા હતા પરંતુ સલમાન ખાન આવ્યા ન હતા જેના પાછળનું એક કારણ હતું, તો ચાલો જાણીએ એ વાત….

Virat Kohali,Salman Khan And Anushka Sharma

ખરેખર સલમાનને વિરાટના લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું જ ન હતું. કારણ કે વિરાટ સલમાન પર એક વાતથી ગુસ્સે હતો અને એ વાતના લીધે અનુષ્કાએ પણ સલમાનને આમંત્રણ આપ્યું ન હતું.

2015 માં સલમાનખાને અનુષ્કાના પતિ વિરાટ કોહલી વિશે વાત કરી હતી. ત્યારે સલમાન ખાન ઝવેરી સ્ટોર શરૂ કરવા માટે દુબઇ ગયા હતા, ત્યાં તેમની તુલના વિરાટ કોહલી સાથે કરવામાં આવી હતી. ત્યારે સલમાને જે વાત કહી હતી તેનાથી વિરાટ ગુસ્સે થયા હતા અને સલમાનને પોતાના લગ્નમાં પણ આમંત્રણ આપ્યું ન હતું.

ખરેખર બન્યું એવું હતું કે જ્યારે સલમાન ખાન અને વિરાટ કોહલીની સમાનતા કરવામાં આવી ત્યારે સલમાને આ વાતને નકારી કાઢતા વિરાટને મેટ્રોસેક્સુઅલ કહ્યા. મેટ્રોસેક્સુઅલનો અર્થ એ થાય કે તે વ્યક્તિ પોતાના દેખાવ વિશે વધુ વિચારે છે અને વધુ સમય ખરીદીમાં બગાડે છે.

જોકે સલમાને ઝડપથી આ મુદ્દો બદલ્યો અને બીજી વાત કરવા લાગ્યા હતા. પરંતુ વિરાટ કોહલીને આ વાતની જાણ થતાં તે ખૂબ જ ગુસ્સે થયા હતા અને આ જ કારણને લીધે સલમાનને લગ્નમાં આમંત્રણ આપ્યું ન હતું.

Previous articleપોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ 10 બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ
Next articleમુખ્યમંત્રીના ઘરની પુત્રવધુ હોવા છતાં પૈસાનો જરાય ઘમંડ નથી, બાળકોને પગપાળા સ્કૂલે છોડવા જાય છે. જુઓ તસવીરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here