પોતાના પતિથી ઉંમરમાં છે મોટી આ 10 બોલિવૂડ એક્ટ્રેસિસ ! જાણો તેમના નામ

 

એવું કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે પ્રેમ થાય છે ત્યારે કઈ જ દેખાતું નથી ન પૈસા, ન જાતિ, ન ધર્મ કે પછી તે ઉંમર હોય તો પણ ભલે. આવી જ કેટલીક બોલલિવૂડની જોડીઓ છે જેણે પ્રેમ મેળવવા ઉંમરનો તફાવત અવગણ્યો અને સુખી જીવન જીવવા માટે એકબીજાનો હાથ પકડ્યો. તો ચાલો જાણીએ એ જોડીઓ વિશે…

યુવકા ચૌધરી અને પ્રિન્સ નરુલા

yuvika chaudhary and prince narula
યુવકા ચૌધરી અને પ્રિન્સ નરુલા ખુશીથી લગ્ન જીવન જીવી રહ્યા છે, ચાહકોને આ બંનેની જોડી ખૂબ જ ગમે છે પરંતુ શુ તમે જાણો છો યુવકા ચૌધરી તેમના પતિ પ્રિન્સ નરુલા કરતા 7 વર્ષ મોટી છે.જ્યારે યુવકા 36 વર્ષની છે ત્યારે પ્રિન્સ 29 વર્ષના છે.
 

https://inngujarati.in/2021/07/13/virat-kohli-was-angry-because-of-salman/

સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટ

suyyash rai and kishwer merchant
સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટ ટેલિવિઝનની પ્રખ્યાત જોડીઓમાંથી એક છે. બંનેએ 16 ડિસેમ્બર 2016 ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની ચર્ચાઓ આખા ભારતમાં થઈ હતી. સુય્યાશ રાય અને કિશ્વર મર્ચન્ટે ઘણા વર્ષો એકબીજા સાથે વિતાવ્યા છે. ટુક સમયમાં તેઓ માતા-પિતા પણ બનવાના છે. પરંતુ તમે નહીં જાણતા હોય કે સુય્યાશ કિશ્વર કરતા 8 વર્ષ નાના છે.

અર્ચના પુરણ સિંહ અને પરમીત શેટ્ટી

archana puran singh and parmeet sethi
Image Source: India Tv News
ટેલિવિઝનના આઇડલ કપલમાંથી એક અર્ચના અને પરમીત પણ છે. અર્ચના પરમીત કરતા 7 વર્ષ મોટી છે. 1992 પછી 4 વર્ષ લીવીંગમાં રહ્યા બાદ તેમણે લગ્ન કર્યા. 

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ

krushna abhishek and kashmera shah
કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે 2013માં શિક્રેટ લગ્ન કર્યા. કાશ્મીરના આ બીજા લગ્ન છે અને કાશ્મીરા કૃષ્ણા કરતા 2 વર્ષ મોટી છે.
 

બખ્તયાર ઈરાની અને તનાઝ

tanaaz irani and bakhtiyar
Image Source: Times Of India
બખ્તયાર ઈરાની અને તનાઝએ પણ પ્રેમમાં ઉંમરનો તફાવત ન જોયો અને 2007માં આ જોડીએ લગ્ન કર્યા. તાનઝ બખ્તયાર કરતા 7 વર્ષ મોટી છે. અને તેમને 2 બાળકો છે.

અભિનવ અને શ્વેતા

shweta and abhinav
Image Source: રમતો જોગી

2013 માં અભિનવે શ્વેતા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા તેમના બીજા પતિ કરતા પણ એક વર્ષ મોટી છે. શ્વેતાએ થોડા દિવસો પહેલા અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આમ બંનેમાં જુદાઈ છે.

કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુ

karanvir bohra and teejay sidhu
વર્ષ 2006 માં કરણવીર બોહરા અને ટીજે સિદ્ધુએ લગ્ન કર્યા. ટી જે સિદ્ધુ કરણવીર કરતા 2 વર્ષ મોટી છે. કરણવીર થોડા સમય પહેલા જ બીજી વખત પિતા બન્યા હતા. જોકે તેઓ પહેલેથીજ એક પુત્રીના માતાપિતા હતા અને ટીજેએ બીજી વખત પુત્રીને જન્મ આપ્યો હતો.
 

હર્ષ લીંબાચીયા અને ભારતી સિંહ

harsh limbachiyaa and bharti singh
Image Source: news18

કોમેડિયન તરીકે ભારતીસિંહ અને હર્ષ લીંબાચીયાની જોડી પ્રસિદ્ધ છે. આ બંનેએ 3 ડિસેમ્બર 2017 ના રોજ લગ્ન કર્યા. આ બંનેનું કૉમેડીની દુનિયામાં સારું નામ છે, હર્ષ કોમેડી શોના લેખક પણ રહી ચૂક્યા છે.પરંતુ તમે એ નહીં જાણતા હોય કે ભારતી હર્ષ કરતા 8 વર્ષ મોટી છે. બંને 2014 થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

મોહિલ સહગલ અને સનાયા ઈરાની

mohit sehgal and sanaya irani

આ જોડીએ 7 વર્ષ ડેટિંગ બાદ લગ્ન કર્યા. આ જોડીને ટીવી ઇન્ડસ્ટ્રીઝની ક્યૂટ જોડી કહેવાય છે. મોહિલ અને સનાયાએ 2016માં લગ્ન કર્યા હતા. સનાયા મોહિલ કરતા 2 વર્ષ મોટી છે.

જય ભાનુશાળી અને મહી વીજ

jay bhanushali and mahhi vij
મહી અને જય એક પાર્ટીમાં મળ્યા હતા, બંનેએ નવેમ્બર 2011 માં લગ્ન કર્યા હતા. તેઓ 3 બાળકોના માતા પિતા છે તેમને બે બાળકો દત્તક લીધા છે અને હાલમાં જ મહીએ એક બાળકને જન્મ આપ્યો. મહી જય કરતા 2 વર્ષ મોટી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *